________________
૪
ધર્મવીર ઉપાધ્યાય
કેટલેક અશે અધ થયા. તેમજ અહી સ્વયંસેવક મ`ડળની સ્થાપના પણ થઈ.
ચાતુર્માસમાં અઠ્ઠાઈ મહાત્સવ, પૂજા, પ્રભાવનાદિ કાય. આનંદથી થયાં. એક સમય ઉપદેશને માટે આપ રાજમહેલમાં ગયા અને (વમાન મહારાણા) રાજકુમાર શ્રી ભૂપાળસિંહજીને ઉપદેશ આપ્યા. આપની પ્રશંસા સાંભળી ઉદયપુર મહારાણાના જ્યેષ્ઠ બંધુ શ્રીયુત સૂરતસિ’હજી આપના દર્શનાર્થે ઉપાશ્રયમાં પધાર્યાં. એક કલાક વાતચીત થઈ અને પરસ્પર ધ ચર્ચા કરતા રહ્યા. મહારાણા સાહેઅના બંધુ આપશ્રીને મળીને બહુ જ પ્રસન્ન થયા.
ચાતુર્માસની સમાપ્તિ બાદ વિહાર કરીને નગરમહાર એક ધમ શાળામાં આપ શિષ્યપરિવાર સાથે પધાર્યા. ત્યાં જૈન ધર્મમાં અહિંસાતત્ત્વ ” એ વિષય પર પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યું. મહારાણાજીના જ્યેષ્ઠ બંધુ પણ આ સમયે હાજર હતા. તેમને આ વ્યાખ્યાનથી મહુ જ આનંદ થયા. તે પ્રસંગે તેમણે મહારાજશ્રીના ઉપદેશની પ્રશ ંસા કરી. અહીં આવતી ચેાવીશીના શ્રી પદ્મનાભ પ્રભુનું વિશાળ મદિર છે. તેમાં પૂજા ભણાવવામાં આવી. સાધર્મિક વાત્સલ્ય થયું. અહીંથી વિહાર કરી આપ દેવાલી પધાર્યા. અહીંથી આપ ભુવાણા પધાર્યા. અહીં ઉદયપુરથી હજારો સ્ત્રીપુરુષા આપનાં દર્શનાર્થે આવ્યાં. અહીં શેઠ શ્રી રાશનલાલજી ચતુર આદિ તરફથી પૂજા, સામિક વાત્સલ્ય થયું. અહીથી 'આપ એકલિંગ ગામમાં શ્રી શાંતિનાથ પ્રભુના દર્શનાર્થે પધાર્યાં. આ સ્થાન બહુ જ પ્રાચીન ગણાય છે.