________________
વધતી જતી સુવાસ આવી છે. ઉદયપુરમાં ધર્મકાર્ય થવાની સારી સંભાવના છે, વળી શ્રી કેશરિયાજી આદિ તીર્થની યાત્રાને લાભ છે તો તે તરફ વિહાર કરવો જોઈએ. પંન્યાસજી મહારાજે આજ્ઞા શિરોધાર્ય કરી અને પિતાના શિષ્ય શ્રી. સમુદ્રવિજયજી, શ્રી સાગરવિજયજી, શ્રી રવિવિજયજી આદિ સમુદાય સાથે વલાદ, હિમતનગર, અહમદગઢ અને પ્રાંતીજ થઈ ઈડરગઢ પધાર્યા. અહીંથી અનેક જગાએ ધર્મોપદેશ દેતા દેતા ભારતવર્ષના સુવિખ્યાત તીર્થ શ્રી કેશરિયાનાથજી પધાર્યા.
આ તીર્થ અનુપમ ગણાય છે. શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા વિશાળ અને ભવ્ય છે. આ પ્રતિમાની પ્રાચીનતા વિષે એમ કહેવાય છે કે આ મૂતિ રાવણની ભરાવેલી છે. શ્રી કેશરિયાજી તીર્થની યાત્રા કરી આપ ઉદયપુરમાં પધાર્યા. નગરપ્રવેશની શોભા અપૂર્વ હતી. ૧૯૭૪નું ચોમાસું અહીં થયું. આ ચોમાસામાં ઉદયપુરમાં પ્રશંસનીય કામે થયાં.
1 વિવાહ પ્રસંગે વેશ્યાનૃત્યનો કુરિવાજ બંધ કરવામાં આવ્યો.
૨ બાળવિવાહની પ્રથાને પ્રતિબંધ કરવામાં આવ્યો.
આ ઉપરાંત અહીં વૃદ્ધ કે યુવાન ગમે તેના મરણ પાછળ જમણ થતું. જુવાન પુત્રની વિધવા સ્ત્રી ઘરમાં દુઃખી દુઃખી થઈ રહી હોય, ત્યારે પણ બધા લોકો જમણ જમતા. આ ત્રાસજનક રિવાજને બંધ કરવા મહારાજશ્રીએ નીડરતાથી ઉપદેશ આપ્યો અને તે રિવાજ