________________
વધતી જતી સુવાસ ઉજવવામાં આવ્યો. ભગવાન મહાવીર સ્વામીના જીવન પર એક સુંદર મનનીય નિબંધ આપે લખી આપે, જે રાત્રિની સભામાં માસ્તર દીપચંદભાઈએ વાંચી સંભળાવ્યો.
અહીંથી વિહાર કરી વડોદરા સૂરત આદિ નગરો તથા ગામમાં વિચરતા ગુરુદેવ તથા પૂજ્ય પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજની સાથે આપ ભારતના સુપ્રસિદ્ધ નગર મુંબઈમાં આવી પહોંચ્યા. | મુંબઈ નગરીને આ પ્રવેશ અપૂર્વ હતે. ૩પ તો બેન્ડવાજા, સેંકડો મોટો અને ઘોડાગાડીઓ. બજારે અને રસ્તાઓ હજારે મનુષ્યથી ભરેલા. જૈન સમાજના હર્ષ પાર નહોતો. આ પ્રવેશ મહોત્સવ મુંબઈના ઈતિહાસમાં યાદગાર હતો.
ગુરુદેવ અને પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજનું ચાતુર્માસ મુંબઈમાં શ્રી ગોડીજીમહારાજના ઉપાશ્રયે થયું અને શ્રાવક સમુદાયની વિનતિ અને ગુરુ મહારાજની આજ્ઞાથી તેઓશ્રીનું મારું કેટના ઉપાશ્રયમાં થયું. આ ચાતુર્માસમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મકાન માટે ફંડ એકત્રિત થયું, ત્યારે શ્રી. પંન્યાસજી મહારાજના સદુપદેશથી કોટના શ્રી. સંઘ તરફથી રૂ. ૨૫૦૦૦) આપવામાં આવ્યા. આ ઉપરાંત આ ચોમાસામાં સૌથી વધારે શ્રેષ્ઠ કામ એ થયું કે અહીં માંગરોળનિવાસી ભાઈઓ વચ્ચે કેટલાક સમયથી જે કલેશ ચાલ્યો આવતો હતો તે તેઓશ્રીના સદુપદેશથી શમી ગયે અને બધા પ્રેમભાવથી રહેવા લાગ્યા.