________________
કલ્યાણકારી કાર્યો
૪૩
સંઘ સમસ્તના અને તે દ્વારા જેન સમાજના કલ્યાણના કાર્યો કર્યા.
કુસંપ હોય ત્યાં સંપ કરાવ્ય, નાનાં નાનાં ગામોમાં જૈન ધર્મની પ્રતિષ્ઠા વધારી, સ્થાનકવાસી સંપ્રદાયની સાથે પણ પ્રેમભાવ રાખે, સમાજના કુરિવાજો વિષે ખુલ્લે ખુલ્લા નીડરતાથી વ્યાખ્યાન આપ્યાં. સંસ્થાઓ સ્થાપન કરવા સ્થળે સ્થળે પ્રયાસ કર્યા. જૈન જૈનેતરને પોતાના વિચારોથી મુગ્ધ કર્યા. સમાજની જાગૃતિ અને ઉત્થાનના સ્વપ્ન સેવનાર, તે માટે અહોનિશ પ્રયત્ન કરનાર એ વિરલ આત્માને ધન્ય છે.