________________
૮૨
ધર્મવીર ઉપાધ્યાય દાનથી આશ્ચર્ય થયું, કારણકે દ્રવ્ય તો હતું પણ ઉદારતા તે મહારાજશ્રીના ઉપદેશનું જ પરિણામ હતું.
ઉપરાંત શેઠ છગનલાલભાઈની તરફથી ઉપધાન તપની આજના વિશાળ રૂપમાં થઈ, તેમાં લગભગ રૂ. ૧૦૦૦) ખર્ચ થયું
ઉપધાન તપના અન્તમાં માલાપણને સમયે વેરાવળ સંઘની પ્રાર્થનાથી પૂજ્યપાદું ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિજી જૂનાગઢથી અહીં પધાર્યા. . તેઓશ્રીના પ્રવેશ વખતે વેરાવળ સંઘે શ્રદ્ધાભક્તિથી
જે ઉત્સાહ દર્શાવ્યું તે પ્રશંસનીય હતે. શેઠ છગનલાલ ભાઈએ સાચા મેતી અને મહેરોથી ગુરુદેવને વધાવ્યા. માલાપણના દિવસને ઉત્સાહ વેરાવળના ઈતિહાસમાં અપૂર્વ હતો. ગુરુદેવના શુભ હસ્તે ઉપરની બન્ને સંસ્થાઓની સ્થાપના થઈ. ઉપરાંત શેઠ ગુલાબચંદજી કલ્યાણજી ખુશાલના સ્મરણાર્થે “શ્રી આત્માનંદ જન ઔષધાલય” નું ઉદ્ઘાટન થયું. આ કાર્ય માટે શેઠજી તરફથી રૂા. ૩૦૦૦૦) અને શેઠ સુંદરજી કલ્યાણજી ખુશાલની માતુશ્રી તરફથી રૂ. ૫૦૦૦) તેમજ અન્ય સગૃહસ્થાની તરફથી રૂા. ૨૫૦૦૦) નું ફંડ થયું. આજે ઔષધાલય ઉન્નતિ પર છે. જેન, અજૈન બધા તેને લાભ લઈ રહ્યા છે.
જ્યાં જ્યાં મહારાજશ્રી ગયા, જ્યાં જ્યાં ક્ષેત્રની સ્પના થઈ, જ્યાં જ્યાં ઉપદેશને પ્રસંગ આવ્યા ત્યાં ત્યાં આપણા ચરિત્રનાયક શ્રી સેહનવિજયજી મહારાજશ્રીએ