________________
કલ્યાણકારી કાર્યો શેઠ શ્રી દેવકરણભાઈની ઉજ્જવલ કીતિના ચિરસ્થાયી સ્તંભ સમા આ ત્રણે સ્થાને આજે પણ વંથલીને શાભાવી રહ્યા છે. ગુરુમહારાજે તેઓશ્રીને પોરબંદર તરફ વિહાર કરવા આજ્ઞા કરી અને સાથે મુનિશ્રી મિત્રવિજયજી, સમુદ્રવિજયજી, વસન્તવિજયજી, પ્રભાવિજયજી, આદિ પાંચ સાધુઓને મેકલ્યા. પોરબંદરમાં ધૂમધામ પૂર્વક સ્વાગત થયું. અહીં સૂરતનિવાસી શ્રીમતી સરસ્વતી બહેને તેઓશ્રી પાસે બાર વ્રત ગ્રહણ કર્યા અને પ્રભાવના કરી.
ગુરુ મહારાજને કઈ કારણસર ફરી જૂનાગઢ જવું. પડયું. આથી તેઓ પણ જૂનાગઢ આવ્યા. શ્રી વેરાવળ સંઘને વિશેષ આગ્રહ હોવાથી ગુરુમહારાજે તેમને મુનિ શ્રી. વિદ્યાવિજયજી, વિચારવિજયજી તથા સમુદ્રવિજયજી સાથે વેરાવળ ચાતુર્માસ માટે આજ્ઞા આપી. વેરાવળના સંઘે આપનું ખૂબ સ્વાગત કર્યું. ધાર્મિક કૃત્યેની સુંદર પ્રભાવના થઈ. તેઓશ્રીના ઉપદેશથી વેરાવળમાં શ્રી આત્માનંદ જન લાઈબ્રેરી, શ્રી આત્માનંદ જૈન કન્યા પાઠશાળા: બન્ને સંસ્થાઓની સ્થાપના થઈ. આ કાર્ય વેરાવળના ઉત્કર્ષ માટે મહત્ત્વનું ગણાય. આજે પણ બન્ને સંસ્થાઓ સુંદર રીતે ચાલી રહી છે.
ચાતુર્માસ બાદ શેઠ પાનાચંદ વાલજીના વિશેષ અનુરોધથી તેમના મકાન પર ચોમાસું બદલ્યું. આ ખુશીમાં શેઠજીએ રૂ. ૨૦૧) લાઈબ્રેરીને દાન આપ્યું. ઉપરાંત તેઓશ્રીના ઉપદેશથી શેઠશ્રી પાનાચંદભાઈએ રૂ. ૧૫૦૦) શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આપ્યા. લોકોને પણ આ