________________
૪
ધર્મવીર ઉપાધ્યાય
સંખ્યામાં આવ્યા. આ રીતે રથયાત્રાને મહાત્સવ અપૂર્વ થયા. વળી ગુરુ મહારાજના ઉપદેશથી અહીનાં મદિરાના જીર્ણોદ્ધારનુ પણ કામ થયુ. સ્વર્ગવાસી ગુરુદેવ ન્યાયાંભાનિધિ જૈનાચાય ૧૦૦૮ શ્રીમદ્વિજયાન દસૂરીશ્વરજી ( આત્મારામજી ) મહારાજની મૂર્તિ હાથીને હદે લાવવામાં આવી. આ રીતે બદનાવરનું ચાતુર્માસ ચિરસ્મરણીય ગણાય.
બદનાવરથી વિહાર કરી મુલથાન થઈ ને તેઓ વડનગર પધાર્યા. વડનગર આઠ દસ દિવસ રહીને તે રતલામ આવ્યા. રતલામમાં અંદર અંદરના કલેશના કારણે જૈન પાઠશાલા અંધ હતી. મહારાજશ્રીના પ્રયાસથી કુસ’પ દૂર થયેા અને પાઠશાલા પુનઃ શરૂ થઈ. રતલામથી વિહાર કરી કરમદી, દાહોદ અને ગોધરા થઈ નાનામેટા ગામેામાં વિહાર કરતા કરતા કાઠીઆવાડના ખેારૂ ગામમાં પ્રાતઃ સ્મરણીય ગુરુદેવ શ્રી. વિજયવલ્લભસૂરિજી મહારાજના ચરણેામાં આવી પહેોંચ્યા.
શ્રી ગુરુમહારાજની સાથે તેઓ ધેાલેરા આવ્યા. સાધ્વી ચન્દ્રશ્રીને યોગાહન કરાવ્યા અને ગુરુદેવની અધ્યક્ષતામાં વડી દીક્ષા આપી ત્યાંથી વિહાર કરી સિદ્ધાચલ આવ્યા. સિદ્ધાચલનાં દર્શન કરી ગિરનારજીમાં શ્રી નેમીનાથ ભગવાનનાં દર્શન કર્યાં. જૂનાગઢમાં થોડા દિવસ રહી શ્રી સંઘની વિનતિથી પારખ ંદર તરફ વિહાર કર્યાં. ગુરુમહારાજની સાથે સાથે વથલી આવ્યા. અહી દાનવીર શેઠ દેવકરણ મુળજી તરફ્થી અંધાવેલુ એક વિશાળ જૈન મંદિર છે, અને એક જૈન ધર્મશાળા તથા ઉપાશ્રય છે.