________________
કલ્યાણકારી કાર્યો
૧૯૭૧નું ચોમાસું બદનાવરમાં થયું. આ બદનાવર એક વખત જૈન ધર્મનું કેન્દ્રસ્થાન હતું. જૈન ખંડેરે ને મૂર્તિઓ આજે પણ મળી આવે છે.
બદનાવરનું ચાતુર્માસ આનંદપૂર્વક થયું. પ્રતિદિન વ્યાખ્યાનમાં સેંકડો સ્ત્રીપુરુષોની ભીડ રહેતી. પર્યુષણ પર્વનું આરાધન ઉત્સાહ અને મહાન સમારેહપૂર્વક થયું. રથયાત્રા બડી ધૂમધામથી નીકળી. રતલામથી હાથી, વડનગરથી પાલખી, ડંકાનિશાન વગેરે લાવવામાં આવ્યાં. રતલામ, વડનગર, કાનયન, મુલથાન વગેરેના લકે મોટી