SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવીર ઉપાધ્યાય ૬૮ થયા. વડનગરના સંધને કેટલું દુઃખ થશે તે વિચારથી પ્લાનિ થઇ. વડનગરના સંઘ સમસ્તને આ સાંભળી ખેદ થયા. ગુરુ મહારાજે સંઘને પ્રેમભર્યા શબ્દોમાં કહ્યુંઃ “ સજ્જને ! આપ સૌના પ્રેમ, શ્રદ્ધા, ભકિત અને ઉત્સાહમાં કોઇપણ જાતની કમી નથી. આપ સૌના પ્રેમભાવથી વશ થઈ ધાર્મિક કાર્યની આશાએ મેં અહીં ચાતુર્માસ કરવાનું સ્વીકાર્યું, પણ ભાવિભાવ કાણુ જાણી શકે છે ! બદનાવરના સંઘ પણ આપણા જ સંઘ છે. ત્યાં વર્ષોથી કોઈ મુનિરાજનું ચાતુર્માસ થયું નથી. ત્યાં પણ ધર્મલાભ છે. તેમને પણ તમારાજેટલા જ આગ્રહ છે. વળી ગુરુદેવની આજ્ઞા પણ છે. હવે તમે દુઃખ ન લગાડશે. નિરાશ ન થશેા. તમને બે વખત આવીને મે' લાભ આપ્યું છે. પ્રસન્ન ચિત્તથી મને રજા આપેા. ’ હર્ષાશ્રુ વચ્ચે શ્રીસંઘે રજા આપી.
SR No.022907
Book TitleDharmvir Upadhyay Sohanvijayji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1942
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy