________________
પંન્યાસ બન્યા
૩૭
ચકિત થયા. ચોમાસા માટેની તૈયારી થઈ ગઈ હતી. નવયુવકે તો રચનાત્મક કાર્ય માટે તલસી રહ્યા હતા. ગુરુવર્યની સુધાવાણી સાંભળી કૃતાર્થ થવાની ભાવના બધા સેવી રહ્યા હતા. ૨૪ વર્ષ પછી અહીં એક મહાત્માનું ચોમાસું થતું હતું. ધાર્મિક કૃત્ય માટે પણ રોજના થઈ ગઈ હતી. હવે શું થાય! આ વાત સાંભળી બધાનાં મન દુઃખી થયાં. નવયુવકે તે બહુ જ નારાજ થયા. સ્ત્રીઓ તે આંસુ સારવા લાગી. પણ વૃદ્ધ જનેએ વિચાર કર્યો કે બદનાવરમાં વિશેષ લાભ થતો હોય તો આપણે આગ્રહ ન રાખીએ. વૃદ્ધ જનેએ કહ્યું: “તમે ગુરુદેવની આજ્ઞા લાવો. બધાં સારાં વાનાં થઈ રહેશે.’
આ સાંભળી ચારે સજજને સૂરત આચાર્યશ્રી વિજય વલ્લભસૂરિજી પાસે ગયા. આચાર્યશ્રીને વસ્તુસ્થિતિ સમજાવી અને બદનાવર માટે આજ્ઞા આપવા પ્રાર્થના કરી. બદનાવરના લોકોની ભાવના જણાવી અને આવા વિરલ પ્રસંગને લાભ અમને મળવું જોઈએ તેમ અનુરોધ કર્યો. આચાર્ય મહારાજશ્રીએ લાભાલાભને વિચાર કરી બદનાવર માટે આજ્ઞા આપી. બસ ! પછી તે પૂછવું જ શું! આ ભાઈઓના આનંદનો પાર ન રહ્યો. બદનાવર તારથી ખબર આપી. સંઘ સમસ્તને ભારે હર્ષ થયે. પિતાના ભાગ્યને ધન્ય માનવા લાગ્યા.
પણ મહારાજશ્રી તે આ વખતે વડનગરમાં હતા. ગુરુ મહારાજને આજ્ઞાપત્ર લઈને બદનાવરવાળા ભાઇઓ આવી પહોંચ્યા. મહારાજશ્રી પણ આજ્ઞાપત્ર જોઈ ચકિત
વશ્વભરૂરિજી માટે આજ્ઞા અને આવા વિ