________________
૩૬
ધર્મવીર ઉપાધ્યાય
કર્યો કે ગમે તે થાય પણ મહારાજશ્રીનું ચામાસું તે
અહીં જ કરાવવુ.
વ્યાખ્યાનના સમય હતેા. ઉપદેશવર્ષા ચાલુ હતી. જનતા મત્રમુગ્ધ બની હતી. એકાએક સંઘના આગેવાન ભાઈ આ ઊભા થયાઃ ગુરુવર્યાં, અમારી પ્રાથના સ્વીકારો. અમારું ગામ આપ જેવા મહાત્માના દર્શનથી પવિત્ર થયું છે. કદી સંતસમાગમ થયા નથી. જૈન શાસનના પ્રભાવ અમે આજે જ જાણ્યા. જો અમારાં જીવન સફળ કરવાં હાય, જૈન ધર્મમાં અમારે પ્રેમ દૃઢ કરવા હાય, અમારામાંથી ભૂલેલા કેટલાકને ભગવાન મહાવીરના ધમાં લાવવા હાય તા અમારી હાર્દિક પ્રાર્થના સ્વીકારા ! ચાતુર્માસ અત્રે જ થવું જોઈ એ. શ્રી સંઘની,-અહીં બેઠેલા સવે બહેનભાઈ એની આ વિનતિ માન્ય કરે. ”
(6
કહેતાં કહેતાં સ્ત્રીપુરુષાનાં નેત્રામાંથી અશ્રુધારા વહેવા લાગી. ગુરુવની આંખેા પણ ભરાઈ આવી.
પન્યાસજીએ બધાને શાંત કર્યા. “ મહાનુભાવે ! તમારી ગુરુભક્તિ અદ્વિતીય છે. હું તમને નિરાશ કરવા નથી ઈચ્છતા, પણ તમે જાણો છેઃ હું વડનગરમાં બંધાઈ ચૂકયા છું. છતાં એક માર્ગ છે. તમે ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરિજી પાસે જા. તેમની આજ્ઞા મારે શિરોધાય છે. ”
પહેલાં તે બદનાવરના સંઘમાંથી શ્રીયુત નન્દરામજી ચાપડા, શ્રી નંદરામજી લેાઢા, શ્રી રીખભદાસજી પારખ આદિ ચાર સજ્જને વડનગર ગયા. ત્યાં સંઘ સમસ્તને એકત્ર કરી પેાતાની ભાવના રજૂ કરી. આ વાત સાંભળી બધા