________________
પંન્યાસ બન્યા
૩૫
આનંદઉત્સવ થઈ રહે.
ઈન્દોરના ઈતિહાસમાં આજ દિવસ સુવર્ણાક્ષરે લખાઈ ગયે. ધમની પ્રભાવના વધી. એક સંગીતમંડલીની સ્થાપના થઈ.
ઈન્દોરથી વિહાર કરી શ્રી મક્ષી તીર્થની યાત્રા કરી ઉજજૈન થઈવડનગરમાં પ્રવેશ કર્યો. શેઠ માનાજી કસ્તૂરચંદએ શ્રી નવપદજીનું ઉદ્યાપન કર્યું. વડનગરમાં ચાતુમસ નક્કી થયું; આથી નવયુવકે અને સંઘ સમસ્તને આનંદ થયે. પણ વિધિના નિર્માણ કાંઈ જુદાં જ હતાં. ચોમાસાને થોડો સમય હતો તેથી પંન્યાસજી મહારાજ વડનગરથી બદનાવર પધાર્યા. અહીં ઓસવાળનાં ૧૦૦ ઘર છે. બે પ્રાચીન મંદિર છે. મોટા મંદિરના ભંયરામાં સંપ્રતિ રાજાની ભરાવેલી શ્રી રાષભદેવ ભગવાનની અલૌકિક અને ચમત્કારી મૂર્તિ છે. આઠ દિવસમાં તે ૧૫-૨૦ મૂર્તિપૂજક જેનોને બદલે જૈનેનાં બધાં ઘરે અને જૈનેતર લેક તથા અધિકારી વર્ગ પણ તેઓના વ્યાખ્યાનથી બહુ જ આકર્ષિત થયા.
જેઠ સુદ અષ્ટમીના દિવસે સ્વગય ન્યાયામ્બેનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર મહારાજને જયન્તી મહત્સવ સમારંભ પૂર્વક થયો. આ પ્રસંગથી જાગૃતિ આવી. વડનગર, કાનયન, રતલામ, મુલથાન વગેરેના લોકો અન્ય પ્રસંગે આવ્યા. શ્રી નવપદજીની પૂજા ભણાવવામાં આવી તથા સાધમી વાત્સલ્ય થયું. આપના સતત ઉપદેશથી બદનાવરની જનતા પર ખૂબ પ્રભાવ પડ્યો. શ્રી સંઘે નિશ્ચય