________________
સન્યાસ મન્યા
ચાતુર્માસ પૂરું થતાં શ્રી સવિજયજી મહારાજની અધ્યક્ષતામાં ૫. શ્રી સંપતવિજયજી મહારાજશ્રીના શુભ હસ્તે તેમને ‘ ગણી ’ પદવી આપવામાં આવી, અને તેમના જ મંગલ હસ્તે મહાશુદ પાંચમ ( સં ૧૯૭૧ ) ના દિવસે હજારો મનુષ્યેાની વચ્ચે સમારાહપૂર્વક તેમને પન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.
૩૩
ચેાગે દ્વહન વિધિવિધાનમાં શ્રી
સમુદ્રવિજયજી ઘણા જ સહાયક થયા. રતલામથી ધમણેાદ, સમિલયાતીની યાત્રા કરી પન્યાસજી વડનગર પધાર્યા. વડનગરથી માંડવગઢના સંઘ તેઓશ્રીની અધ્યક્ષતામાં નીકળ્યે, તેમાં ૧૫૦૦ લગભગ સ્ત્રીપુરુષ હતાં.
માંડવગઢ એક વખત વૈભવશાળી સમૃદ્ધ નગર હતું. પેથડકુમાર અને મત્રી સગ્રામસેાની જેવા ધનાઢય પુરુષો માંડવગઢનાં રહ્ના હતાં.
આજે તે! માંડવગઢના ગગનચુમ્મી મહેલાના ખંડેરો અવશેષરૂપ દેખાય છે.
માંડવગઢથી વિહાર કરી દીઠાન થઇ મહુ આવી પહેાંચ્યા. મહુના લેાકેાની ધાર્મિક ભાવના જાગી ઊઠી. શ્રી મહાવીર જયન્તીના ઉત્સવ ઉજવવામાં આવ્યું.
ઈન્દોર શ્રી સંઘ વિનંતિ કરવા આબ્યા, અને મહારાજશ્રીએ ધૂમધામપૂર્વક ઇન્દોરમાં પ્રવેશ કર્યાં. અહીં ખરતર અને તપગચ્છના ભાઇઓમાં કેટલાક સમયથી વેમનસ્ય ચાલી રહ્યું હતું. પન્યાસજીની અમૃત વાણીથી જાદુ થયું અને બધા મળીને ધકા કરવા લાગ્યા.