________________
ધન્ય જીવન
૩૧
સં ૧૯૬૮નું ચાતુર્માસ ગુરુવર્યની સાથે ડભોઈમાં કર્યું. ચાતુર્માસમાં વિદ્યાભ્યાસની સાથે ચાતુર્માસિક તપ કર્યું, અને તે ઉપરાંત મુનિશ્રી ઉમંગવિજયજી, શ્રી વિબુધવિજયજી, શ્રી વિદ્યાવિયજી, શ્રી વિચારવિજ્યજી, શ્રી મિત્રવિજ્યજી, શ્રી કપૂરવિજયજી અને શ્રી સમુદ્રવિજયજી આદિ સાધુઓને શ્રી મહાનિશીથ, કલ્પસૂત્ર, શ્રી આચારાંગ અને ઉત્તરાધ્યયન વગેરે સૂત્રનું વહન કરાવ્યું.
ડભેઈનું માસું પૂર્ણ કરી ગુરુ મહારાજની આજ્ઞા લઈ શ્રી સહનવિજયજી મહારાજ પિતાના બન્ને શિવે શ્રી મિત્રવિજયજી અને શ્રી સમુદ્રવિજયજી સાથે સિદ્ધાચલજી યાત્રા માટે ગયા. યાત્રા આનંદપૂર્વક કરી અને ત્યાં પાલી મારવાડનિવાસી શેઠ સૌભાગ્યચંદજીના સુપુત્ર અને શ્રી સમુદ્રવિજયજીના ગૃહસ્થાશ્રમના મોટાભાઈ શ્રી મુળરાજજીએ ૧૯૬૮ ના ફાગણ સુદ ૨ ના દીક્ષા ગ્રહણ કરી અને તેમનું નામ “ સાગરવિજય” રાખવામાં આવ્યું. અહીંથી વિહાર કરી અમદાવાદ આવ્યા. અહીં શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીના શિષ્યરત્ન પંન્યાસશ્રી સંપતવિજયજીના શુભહસ્તે શ્રી સાગરવિજયજી મહારાજને ચિત્ર વદ ત્રીજના રોજ વડી દીક્ષા આપવામાં આવી.
અમદાવાદથી વિહાર કરી વડેદરા, સૂરત આદિ નગરમાં ધર્મપ્રચાર કરતા કરતા તેઓશ્રી પોતાના પૂજ્ય ગુરુદેવની સાથે મુંબઈ આવી પહોંચ્યા. અહીં શ્રીમતી સરસ્વતી બહેન તરફથી ઉપધાન તપની આરાધના પણ થઈ. શ્રી ગુરુદેવની અધ્યક્ષતામાં આપે ઉપધાનનાં વિધિવિધાન કરાવ્યાં.