________________
૩૦
ધર્મવીર ઉપાધ્યાય દર્શનને લાભ મળે.
પાલી (મારવાડ)ના રહીશ ને વેપારાર્થે વડેદરા શહેરમાં રહેતા શ્રીમાન શેઠ સૌભાગ્યચંદ્રજી વાગરેચા મુતાના સુપુત્ર શા. સુખરાજજી છેડા સમયથી મહારાજશ્રી પાસે રહી અભ્યાસ કરતા હતા. તેમણે પિતાની દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરી અને ૧૯૬૭ના મહા વદી ને રવિવારના મહેત્સવપૂર્વક શ્રદ્ધેય મુનિપુંગવ પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજશ્રી આદિ ૫૦ મુનિરાજની સમક્ષ શ્રી સુખરાજજીને દીક્ષા આપવામાં આવી. તેમનું નામ મુનિ સમુદ્રવિજય રાખવામાં આવ્યું. દીક્ષા મહોત્સવને તમામ ખર્ચ શ્રી સુખરાજજીના વડીલબંધુ શા. પુખરાજજી વાગરેચા મુતાએ આપ્યો અને સમારેહ બહુ જ શાંતિપૂર્વક અને આનંદપૂર્વક ધૂમધામથી કરવામાં આવ્યો.
ગુરુમહારાજની આજ્ઞાથી સૂરતથી મુનિશ્રી મોતીવિજયજીની સાથે ભરૂચ તરફ વિહાર કર્યો અને શ્રી સમુદ્રવિજ્યજીના ચેગ પ્રારંભ થઈ ગયા. ભરૂચમાં બિરાજમાન આચાર્યવર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી મહારાજના હસ્તકમલથી શ્રી સમુદ્રવિજયજીને ફાગણ સુદ પના દિવસે વડી દીક્ષા આપવામાં આવી. ૧૯૬૭નું ચાતુર્માસ પણ આચાર્યવર્ય શ્રી સિદ્ધિસૂરીશ્વરજીની સેવામાં સમાપ્ત થયું. અહીં તેમની પાસે શ્રી મહાનિશીથ આદિ સૂત્રનું વહન શરૂ કર્યું તેમજ પંડિતની પાસે ન્યાયને અભ્યાસ કરતા રહ્યા. પછી ડાઈ થઈ વડેદરા મુનિ સંમેલનના પ્રસંગે ગુરુદેવ સાથે પોતે પણ હાજર રહ્યા.