________________
ધર્મવીર ઉપાધ્યાય
પ્રતાપે કરીશું.” આચાર્યશ્રીએ ભવિષ્ય ભાખ્યું.
લાલા જગન્નાથજી ને ખીંવાઇન સંઘના લકે તે આ પ્રતાપી પુરુષની વાણી અને દઢતા જોઈ દિંગ થઈ ગયા. હર્ષાશ્રુથી બધાએ આ પવિત્ર મહારથીને વંદન કર્યા.
સાચે જ એ ઉગ્ર વિહાર હતો. સવાર ને સાંજની મજલ પર મજલ ચાલતી. આરામના સમયનો વિચાર નહોતે. જેઠ મહિને હતે. પંજાબ દેશની અગ્નિ વર્ષાવતી ગરમી, જાણે આકાશમાંથી અંગારા વરસતા ન હોય. માત્ર ધર્મને માટે, ગુરુભક્તિ માટે ક્ષુધાપિપાસા અને કન્ટેની પરવા કર્યા વિના લાંબાલાંબા વિહાર કાપે જાય છે, ગુરુ અને શિષ્ય.
અધૂરામાં પૂરું તેઓશ્રીની આંખો આવી, પગ સૂજી ગયા, પગમાંથી લોહી ટપકવા લાગ્યું, પણ એ વીર
દ્ધા પાછા ન પડયા. ગુરુદેવને કંઈ જણાવા ન દીધું. બરાબર ૧૪ દિવસની મજલ પછી પંદરમે દિવસે ભારે ધામધૂમથી પ્રવેશ કર્યો. ગુજરાનવાલાના આબાલવૃદ્ધોમાં આ ગુરુના ફિરસ્તા માટે ભારે સન્માન ઉત્પન્ન થયું. ધન્ય ધન્ય ગુરુ-શિષ્ય ! ધન્ય ધન્ય ગુરુપ્રેમ, ધર્મપ્રેમ, શાસનપ્રેમ.
અહીં શાસ્ત્રાર્થ વગેરેનું કામ પતાવી મુનિજી પાછા ગુરુદેવ સાથે ગુજરાતમાં આવ્યા અને પાલનપુરના માસામાં ફરી પાછા સખત બિમાર થઈ ગયા; પણ અહીં થોડા દિવસમાં આરામ થયો. ચોમાસા પછી વડેદરાનિવાસી એક યુવક શ્રી નાથાલાલભાઈને દીક્ષા આપવામાં આવી અને તે શ્રી સેહનવિજયજીના શિષ્ય થયા. તેમનું નામ શ્રી મિત્રવિજયજી રાખવામાં આવ્યું.