________________
ધન્ય જીવન
વરુદેવ ! આજે આપના મુખારવિંદ પર અશાંતિ અને મૂંઝવણ કેમ દેખાય છે? કોઈ પ્રસંગ એવો બન્ય છે કે સેવકથી કઈ અવિનય થયો છે? કોઈ પત્રે ચિંતા ઉપજાવી છે કે શરીર અસ્વસ્થ છે? ગુરુદેવ, જે હોય તે જણાવો. હું આપનું મનદુઃખ નથી જોઈ શકતે.” ગોચરી લઈને આવેલ મુનિજીએ ચિંતાતુર બેઠેલા ગુરુદેવને પૂછયું.
સોહનતારી વાત સાચી છે. બીજું તે કંઈ જ નથી, પણ ગુજરાનવાલાથી આજે એક પત્ર છે, અને તેણે મને ભારે મૂંઝવણમાં મૂકી દીધો છે.” ગુરુદેવે કહ્યું.
શું સમાધિમંદિર બાબત કાંઈ છે કે જૈન બિરાદરીમાં જ આપસ આપસની લડાઈ સળગી છે?” શ્રી સેહનવિજયજીએ અટકળ કરી.
વાત એમ છે કે સનાતની લોકેએ જૈન ધર્મ પર અસત્ય આક્ષેપ કરવા શરૂ કર્યા છે, એટલું જ નહિ પણ જગપૂજ્ય સર્વશાસ્ત્રનિષ્ણાત પંજાબદેશદ્ધારક ગુરુદેવના