________________
પત્થર કે મોતી માટે થઈ છે. આપણે અહીંથી સીધા પંજાબ જઈએ. પણ ક્યાં કાઠીઆવાડ અને ક્યાં પંજાબ? કેટલું દૂર! કયારે પહોંચાશે? ”
“મહારાજશ્રી, આપણે ઝપાટાબંધ પહોંચી જઈશું. આપણે જુવાનોને તે વળી લાંબા વિહારે નડતા હશે? ગુરુકૃપાએ જલદી જઈ પહોંચીએ. મને તે ગુરુદેવનાં દશેનની એવી પિપાસા જાગી છે કે હવે જરાએ ચેન નથી પડતું. સ્વપ્નાં પણ ગુરુદેવનાં આવે છે.” સોહનવિજયજીએ પિતાની ઈચ્છા વ્યક્ત કરી.
૧૯૬૧ના કારતક વદ ૬ ના તો પાલીતાણામાં વડી દીક્ષા થઈ અને તરત જ બન્ને ગુરુભાઈ ચાલી નીકળ્યા. ટાઢ ને તડકે, સુખ-દુઃખ, લૂખું–સૂકું કશાને વિચાર કર્યા વિના જોતજોતામાં બન્ને જીરા (પંજાબ) ગામે ગુરુદેવની સમીપ પહોંચી ગયા.
ગુરુદેવના ચરણમાં સાનંદનયને વંદણુ કરી. ગુરુદેવે પણ પિતાના પ્રિય શિષ્યોની ભક્તિ જોઈ સજળ નયને બન્નેને પ્રેમ અને વહાલથી ઉઠાડ્યા અને પ્રફુલ્લ મનથી તેમની ભક્તિ માટે ધન્યવાદ આપ્યા.
તમારી ગુરુભક્તિ આદશ છે, લલિતવિજય! આ સેહનને તે તે કથીરનું સોનું બનાવી દીધું. કાચમાંથી આવું રત્ન તે બનાવ્યું શી રીતે ! આ તે મહાન તેજસ્વી અને પ્રતિભાશાલી જણાય છે. ચાલે, બહુ આનંદ થયો. મારાં
ડાં કાર્યો સહન કરશે તેમ લાગે છે.” ગુરુદેવે પિતાના શિષ્યની પ્રભા જોઈ ભવિષ્ય ભાખ્યું.