________________
૧
સાધુતાની કસોટી છે. સામે શત્રુંજય છે. પૂજ્યવર્ગ પાસે છે. અહોનિશ ધર્મશ્રવણ થાય છે. આવી વેળાએ કંઈ થાય તો મને લાભ જ છે. આજ તો મારાં પુણ્ય ફળ્યાં. શત્રુંજયની છાયામાં.....” | બધાની આંખો ભરાઈ આવી. શ્રી લલિતાવજયજી તો મોટેથી રોઈ પડયા. શાંતમૂતિએ બધાને સાંત્વન આપ્યું.
શાસનદેવની કૃપાથી તે જ રાત્રિથી તેમની પીડા ઓછી થઈ ગઈ. ધીમે ધીમે આરામ આવી ગયો.