________________
સાધુતાની કસેાટી
૧૯
અનેક વિજ્ઞો, અનેક ઉપાધિઓ, બહુવિધ દુઃખદર્દો એમાં સાથ આપે છે. આપણા ચરિત્રનાયકને પણ એમ જ બન્યું. થોડા દિવસ પછીની આ ઘટના છે.
“ અરે કાઇ સાંભળેા છે કે નહિ ? કમરામાં કાઇ પીડાતુ' જણાય છે. તમે તે બધા એવા વાતામાં અને ચર્ચામાં પડ્યા છે કે કાઇનું સંભળાયે નહિ. ” એક મુનિરાજે ઉપાશ્રયના એક માજીના ખંડમાં દભર્યો અવાજ આવતા સાંભળી ખૂમ પાડી.
૮૮
હું તો કમરાથી બહુ દૂર છે, તેથી ન સાંભળી શકયા; પણ છે શું ? કહે તો ખરા. ” શ્રી લલિતવિજયજી એલી ઊઠ્યા.
“ ભાઇ, જલદી જાએ. મને લાગે છે કે સાહનાંવજયના અવાજ છે. મેં તેમને સવારે જ કહ્યુ હતુ કે ગુરુદેવ કહેતા હતા કે પારણાના દિવસે દૂધ અને દહીં બન્ને સાથે ન લેવાય. ” શાંતમૂર્તિ શ્રી હંસવિજયજીએ સૂચના કરી.
“ અરે હા ! એ જ ભૂલ થઇ લાગે છે. સવારે પારણામાં દૂધ હતુ અને સાંજે ગેાચરીમાં શીખંડ આવેલે; પણ ગેાચરી વખતે તે યાદ ન રહ્યું. ” એક મુનિએ જણાવ્યું.
“ ગુરુમહારાજ ! હું તેમની પાસે જઇ આવ્યેા. અહુ જ પીડાય છે. પેટમાં સખત પીડા થાય છે. ખેાલી પણ શકાતુ નથી. મારું મન તે મૂંઝાઇ રહ્યું છે. શું થવા એન્ડ્રુ છે? હજી એક વેદના તેા શમી નથી ત્યાં બીજી. ” શ્રી લલિતવિજયજી અંદર જઇ આવી ખેલ્યા.