________________
૧૫
મનની મુરાદ ફળી સંઘને તે માટે ઉત્સવનો અભિલાષ જણાવ્યો, ત્યારે તે દસાડાના શ્રી સંઘે મહારાજશ્રી શુભવિજયજી મહારાજને સપ્રેમ અનુરોધ કર્યો કે આ દીક્ષાના ઉત્સવનો લાભ અમને મળવો જોઈએ. અમે શ્રી લલિતવિજયજી મહારાજશ્રીને અહીંથી જવાની રજા જ નથી આપવાના. અમારાં સૌભાગ્ય કે અહીં દીક્ષાઉત્સવ થાય !
શ્રી શુભવિજયજી મહારાજશ્રીએ પણ આ પ્રસ્તાવની અનમેદના કરી અને શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીને પૂછાવ્યું કે દસાડા શ્રી સંઘની આ પ્રેમભરી માગણે અવગણી શકાય તેમ નથી. માંડલના શ્રી સંઘે છેવટે તે માટે સંમતિ આપી અને ધૂમધામપૂર્વક સં. ૧૯૬૦ ના વૈશાખ સુદિ ૧૦ ના દિવસે દીક્ષા મહોત્સવ થયો.
ગુરુદેવ શ્રી વલ્લભવિજયજી મહારાજશ્રીએ તો શ્રી લલિતવિજયજીના નામની દીક્ષા આપવા જણાવેલું, પણ શ્રી લલિતવિજયજીએ નમ્રભાવે ગુરુદેવના નામની દીક્ષા આપી અને પિતાના “બંધુ” તરીકે તેમને અપનાવી લેવામાં આનંદ માન્યો. દસાડામાં આ ઉત્સવ વીસ દિવસ ચાલ્યો. નગરજને પણ પ્રેમ અને ઉત્સાહથી કેવી અનુપમ ગુરુભક્તિ અને સંઘભક્તિ કરી જાણે છે, તેનું આ જીવંત દ્રષ્ટાંત ગણાય. વસંતામલ હવે શ્રી સેહનવિજય થયા. તેમના હર્ષની સીમા ન રહી. પિતાના આવા નવીન અને પ્રેરણુજનક નામને શોભાવવાની દઢ પ્રતિજ્ઞા કરી પિતાને ધન્ય ધન્ય માનવા લાગ્યા.