________________
ધર્મવીર ઉપાધ્યાય તમામ અભ્યાસ કરી લીધું. માત્ર જોડાક્ષરના ઉચ્ચારમાં ભારે મુશ્કેલી પડતી. જોડાક્ષરની આદત નહિ અને વ્યાકરણમાં તે જેડાક્ષર આવે જ. પણ તેથી નિરાશ થવાની જરૂર નહતી. શિક્ષક અને શિષ્ય બંને ઉત્સાહી હતા. આ માટે તે મુનિમહારાજ શ્રી લલિતવિજયજી પંદર પંદર દિવસ સુધી મહેનત લેતા અને વારંવાર કંટાળ્યા સિવાય જોડાક્ષર શીખવતા.
ભોયણીથી વિહાર કરી મહારાજશ્રી શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી વગેરે માંડલ પધાર્યા. માંડલના શ્રી સંઘે મહારાજશ્રીની ભક્તિ કરી.
વસંતામલે એક દિવસ શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીને પ્રાર્થના કરીઃ “ગુરુવર્ય ! હવે મારી કસોટી ન કરે. હું અકળાઉં છું. મને દીક્ષા આપી કૃતકૃત્ય કરે.”
માંડલના શ્રી સંઘ પાસે વાત મૂકવામાં આવી. માંડલના સંઘે દીક્ષાના ઉત્સવ માટેની બધી જવાબદારી ઊઠાવી લીધી અને આવા માંગલિક પ્રસંગ માટે તત્પરતા બતાવી. | શ્રી લલિતવિજયજી મહારાજશ્રીએ શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજશ્રીને બે વિનતિ કરી. એક તે ગુરુ મહારાજ શ્રી શુભવિજયજી મહારાજશ્રીનાં દર્શન કરી આવવાની અને ત્યાંથી આવ્યા પછી દીક્ષા વિષે તૈયારી કરવાની.
મહારાજશ્રીએ ખુશીથી આજ્ઞા આપી. દસાડાને શ્રી સંઘને શ્રી લલિતવિજયજીના આગમનથી હર્ષ થયે અને જ્યારે વસંતમલની દીક્ષાને વિચાર અને માંડલને શ્રી