________________
૧૩.
મનની મુરાદ ફળી
“તમે પંજાબી લાગે છે!શાંતમૂતિએ પરીક્ષા કરી.
જી હા, ગુરુવર્ય! હું જમ્મુને રહીશ એસવાળ છું. બાવીસ વર્ષની વયે મેં સ્થાનકવાસી ગુરુ પાસે દીક્ષા લીધી હતી, પણ ચાર મહિનામાં કંટાળી ગયે.”
શું ચાર જ મહિનામાં તમે દીક્ષા છેડી દીધી? ”
શું કરું, ગુરુવર્ય ! ત્યાં મારા આત્માને શાંતિ જ ન વળી. હું મૂંઝાઈ ગયે. બંધનમાંથી છૂટી ન શકું તે બંધી થઈ ગયું હતું.” * “પછી?”
“પછી મને ગુરુવર્યનાં દર્શન થયાં. તેમણે મારી પૂરી પરીક્ષા કરી–ત્રણ ત્રણ વખત મને નિરાશ કર્યો–પણ મારી મક્કમતા જોઈ તેઓ પ્રસન્ન થયા. મારી આશા ફળી અને આપનાં ચરણોમાં આવી પડ્યો.”
ચિંતા નહિ, તમે હવે સ્થિરતાથી રહે. શ્રી લલિતવિજયજી વિદ્વાન છે, પ્રેમી છે. તેમની પાસે વિદ્યાભ્યાસ કરે, તેમના સહવાસથી તમારું ચિત્ત આનંદિત રહેશે.”
પણ ગુરુવર્ય, મારા ભાવ દીક્ષાના છે તેનું શું ? ”
ઉતાવળ શું છે? યોગ્ય અવસરે જોઈ લેવાશે. તમે મન શાંત કરી શાસ્ત્રઅભ્યાસમાં લાગી જાઓ.” | વસંતમિલને અભ્યાસ ચાલવા લાગ્યું. મુનિશ્રી લલિતવિજયજી તેમને માટે ખૂબ પરિશ્રમ લેવા લાગ્યા. જીવવિચાર, નવતત્વ, દંડક, પ્રકરણ વગેરે અભ્યાસ શરૂ થયે. સ્મરણશક્તિ એવી તે સતેજ હતી કે થોડા જ સમયમાં