________________
| [૩] મનની મુરાદ ફળી
* કયાંથી આવે છે, મહાનુભાવ !” વંદણા કરી સામે બેસનાર આગન્તુકને શ્રી લલિતવિજયજીએ પૂછ્યું.
મહારાજશ્રી ! હું દૂર દૂરથી આવું છું. પહેલાં તે પાટણ ગયો. ત્યાં શ્રદ્ધેય શ્રી પ્રવર્તકજી મહારાજ કાંતિવિજયજીનાં દર્શન કર્યા. ત્યાંનાં ભવ્ય મંદિરનાં દર્શન કરી હું કૃતાર્થ થયે. મારા ચંચળ અને વિહવળ મનને જરા શાતા વળી; પણ આપશ્રી તે અહીં જોયણી હતા તેથી, અહીં આવ્યો છું.”
“બહુ સારું! પણ તમારા આગમનનું પ્રયોજન શું છે? તમારી જન્મભૂમિ ?”