________________
૧૦
ધર્મવાર ઉપાધ્યાય વસંતામલે આ વાત જાણું. કેણ જાણે શા અગમ્ય કારણથી તે દુનિયાની જંજાળ અને આળપંપાળથી નાસતે હતો. તેણે બહેનને નિરાશ કરી, બનેવીને નમ્રતાથી પિતાની શાદી ન કરવા પ્રાર્થના કરી.
અને તે પછીના દિવસે દોહ્યલા હતા. કામ કરતાં દિલ ચુંટતું નહિ. સંસાર પરથી મન ઊઠી ગયું હતું. આઠે પ્રહર ઉદાસીનતા છવાઈ રહેતી હતી.
પૂર્વજન્મના પુણ્યકમને પ્રભાવ જાગે અને વસનામલને ૨૨ વર્ષની યુવાન અવસ્થાએ જ સંસાર પર વિરક્તિ થઈ, ગૃહસ્થાશ્રમમાં રહેવું ગમ્યું નહિ. - એ ગયે ગુરુચરણનો સાથ શેધવા. ગુરુ મળી ગયા. પટિયાલા રાજ્યના “સામાના” શહેરમાં સંવત ૧લ્પ૯ ભાદ્રપદ શુક્લા ૧૩ ના દિવસે વસંતમાલની દીક્ષા ધામધૂમથી થઈ. સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ શ્રી ડેરાયના શિષ્ય બન્યા.
દિક્ષાને હજી તે ચાર માસ પૂરા થયા નહોતા, ત્યાં તે સાધુને અંચળે ભારે પડ્યો. મન મૂંઝાવા લાગ્યું. અશાંતિ થવા લાગી. ક્રિયાકાંડ નીરસ લાગ્યાં. આત્માની અશાંતિ વધારે ને વધારે ઉગ્ર થવા લાગી. અભ્યાસમાં ચિત્ત ન લાગ્યું. સંપ્રદાયમાં કોઈ પણ સાધુ તેમને માર્ગદશક ન થઈ શક્યા. બેચેની વધી પડી. અસ્થિરતા વધવા લાગી. દિવસ અને રાત્રિ યંત્રવત ઘરેડ ચાલવા લાગી.. બંધને ભારે પડ્યાં.
આખરે એક દિવસ એ અંચળો ફગાવી નાસી છૂટયા.