________________
અબ મોહે તારે ગુરુજી
યુવાન પુનઃ પાછો ફર્યો. પણ એના પાછા ફર્યો છું થાય? દિલ તો પાછું ફરતું જ નહોતું !
તે ફરીથી એ ગુરુચરણે સ્પર્શવાં?
ફરીથી પ્રાર્થના કરવી? એના દિલમાં મને મંથન જાગ્યું. શા માટે નહિ? યુવાને આત્મિક તૈયારીઓ આદરી. વાસના અને નિર્બલતાને ફગાવી દીધાં. અસ્થિરતાને દેશવટો આપે. મન મક્કમ બનાવ્યું.
એક દહાડે, આટલી તૈયારી સાથે ગુરુચરણમાં એણે ઝકાવી દીધું. એણે ગદગદ કંઠે વિનંતી કરીઃ
ગુરુજી, અબ મેહે તારે !”
સૌમ્યમૂતિ ગુરુદેવના ચહેરા પર હાસ્ય ફરક્યું. બબે વખત પાછો વાળ્યા છતાં યુવાનને આશાદર હજી અણત્રુટ રહ્યો છે. એમને લાગ્યું, કે આવા મુમુક્ષુ માટે કંઈ કરવું ઘટે. એની પિપાસા સાચી છે. એના આર્તનાદમાં સ્મશાન વૈરાગ્ય નહિ, પણ શાશ્વત શાંતિ તરફને મેહ છે. સંયમની સાચી આગ જલી રહી છે.
“વસંતામલ!” ગુરુદેવે પ્રેમભીના સ્વરે કહ્યું. “ગુરુદેવ ! ” યુવાન ચરણકમલમાં મૂકેલે જ હતો. “ગૂજરાત જઈશ?”
મારી ભાવના ફળતી હોય તો ગગનમંડળ ભેદીને પણ કહે ત્યાં જાઉં.”
વસંતામલ, ગૂજરાત તારા માટે અનુકૂલ થશે, એમ મને લાગે છે. સગાંસ્નેહીના મેહપાશથી દૂર રહેવાશે,