________________
ધર્મવીર ઉપાધ્યાય ગુરુમહારાજ, એ તત્ત્વશ્રદ્ધાને કાજે તે એક અંચળો ( સ્થા. સાધુને) ફગાવીને આપને ચરણે આવ્યો છું. સાધુ તે બન્યો હતો પણ શાન્તિ લાધતી નહતી. જ્ઞાન તે મેળવી રહ્યો હતેપણ વિરતિને કોઈ અંશ સૂઝતે નહેતો. એક ઘેરે અંધકાર મારા આત્માને વીંટી વળે છે. આજે પ્રકાશ ઝંખુ છું. મારી શ્રદ્ધા છે, કે એ પ્રકાશ મને આપ દ્વારા મળશે.”
“મહાનુભાવ, એ પ્રકાશ મેળવવા માટેને સંયમમાર્ગ અત્યંત દુષ્કર છે. અસ્થિર મનવાળા જુવાને બંને બાજુનું ખુએ છે. ઘેર જાઓ, શાન્ત થાઓ ! દીક્ષા લેવી એ નાના બાળકના ખેલ નથી. ખાંડાની ધાર પર ખેલવું પડશે. એટલી તૈયારી, એટલે ત્યાગ, એટલી દઢ મનોભાવના છે? આ બધાને સરવાળે કરી ફરી વળી સ્વસ્થ ચિત્તે મળજે.”
“આજે તે પાછો જ વળું?” “અવશ્ય, મહાનુભાવ ! ધર્મલાભ.”
નિરાશ યુવાન પાછો વળે. એણે ઉપાશ્રય છે, પણ દિલ ત્યાં જ હતું. એ શાંત મુદ્રા, કરુણાભર્યો એ નયને, અમીરસ ઝરતી એ જબાન અને એ ઉદાર હૃદયઃ સ્મૃતિમાંથી ખસે જ નહિ. એ બીજે અનેક સ્થળે ફર્યો પણ દિલને શાન્તિ ન લાધી તે ન જ લાધી.
ફરીથી એકવાર યુવાન ગુરુચરણમાં પહોંચી ગયો. એ જ પ્રાર્થના, એ જ આજીજી અને સામેથી પણ એ જ પ્રેમભર્યો આવકાર, એ જ નિખાલસ જવાબ અને એ જ ઉપદેશભર્યા અમૃતવચને.