________________ अत्ता हि अत्तनुबंधु સરળ ફ્રિ અણનો મિત્તા આચારાંગ શાત્મિા જ આત્માનો મધુ અને મિત્ર છે; સહાયક અને સલાહકાર છે. આત્મા આત્માથી જ સભર છે. એની સેવાને, એની કલ્યાણકામનાને એની સિદ્ધિરિદ્ધિને માપવા દુન્યવી માનસમાંનનાં ત્રાજવાંની જરૂર નથી. આત્મા સાથેની સહજ એવી એની તન્મયતા એને સ્વયંભૂ સેવા તરફ લઈ જાય છે. સર્વ ધ મ” સમન્વય-સર્વભૂતની સેવા એજ એને રાહે હોય છે. ત્યાં લેક્રસેવા, ધમસેવા, વણ સેવા એવા જુજવા ભેદ રહેતા નથી. જેમ તમામ સરિતાએનાં નીર આખરે તે સાગરરૂપમાં પરિણમે છે; એમ એની નાનીમોટી તમામ સેવાઓ આખરે એકજ કલ્યાણ માગની પ્રવાસી બને છે. આવી સેવાને માનપાના ગભારા ઉત્તેજી શકતા નથી. ઢોલનગારાં જાહેર કરી શકતાં નથી. એ તે આપમેળે કુરે છે. આપમેળે શોભે છે. કારણ કે ઉચ્ચ આત્માને એ સાહજિક ગુણ છે. એવા આત્માઓને વગર માગ્યાં વંદન મળે છે. જયભિખુ એ૩લાસ પ્રિટરી, અમદૃાવાદ.