________________
૧૭૪
ધર્મવીર ઉપાધ્યાય
કેશવલાલ પ્રેમચંદ મેાદી, શેઠ સારાભાઈ મગનભાઈ આદિ સજ્જનાની હાજરીમાં તેએએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયને રૂપીઆ એક લાખ આપવાના નિશ્ચય દર્શાવ્યેા. અમદાવાદથી પાટણ ગયા અને અનેક મુનિ મહાત્માઓનાં દશન થયાં.
આ બધાં કાર્યોથી પ્રિય આત્મન્ ! તારી સ્મૃતિ તે ન ભૂલી શકાઈ—સારાં કાર્યાથી મન જરા હલકું થયું પણ તારી એ સૌમ્ય મૂર્તિ યાદ આવતાં હૃદય આજે પણ વ્યગ્ર થઈ જાય છે.
પ્રિય સોહન ! આજે પણ તારા પ્રેમ, તારી ગુરુભક્તિ, તારે। વિનમ્ર સ્વભાવ, ૫ જામના ઉત્થાન માટેની તારી જહેમત અને તારાં કાર્યો યાદ આવ્યા કરે છે.
જુદાઈ તેરી કિસકા મજૂર હૈ, જમીન સખ્ત આસમાન દૂર