________________
સ્નેહાંજલી
૧૭૩ --તારા મનોરથો બધું આજે પણ આંખ સામે તરવરે છે. તારી મનહર છબી આ હૃદયમાં જડેલી જણાય છે.
ધન્ય તારી ભક્તિ! ધન્ય તારું જીવન! કેણ જાણે કેટલા દિવસ સુધી હું બેચેન રહ્યો.
શ્રી ડાહ્યાભાઈ ઘેલાભાઈ એ એંસી હજાર રૂપીઆ ખરચી એક સેનીટેરીયમ માટે મકાન ખરીદ્યું હતું, પણ દાનવિધિ બાકી હતું. તેમણે વિનતિ કરી કે આપ આઠ દિવસ રહી જાઓ તે આ મકાન લેકહિતને માટે આપું––ઉત્સવ શરૂ થયે. પૂજા શરૂ થઈ, હજારે લેકે આવવા લાગ્યા. સ્વામી વાત્સલ્ય થયું અને આ ઉત્સવથી મારે ઉદ્વેગ કાંઈક શમે.
વિહારની તૈયારી કરતા હતા ત્યાં અંધેરીના શેઠ શ્રી ભેગીલાલ લહેરચંદના મકાનની વાસ્તુપૂજા માટે આગ્રહ પૂર્વક નિમંત્રણ આવ્યું અને અંધેરીમાં પૂજા વગેરે કાર્ય થયાં. ત્યાંથી સૂરત વડેદરા થઈ અમદાવાદ આવ્યા.
અમદાવાદના શ્રી શેઠ વાડીલાલ સારાભાઈ મુંબઈ મળ્યા ત્યારે તેમણે મહાવીર વિદ્યાલયને એક લાખ રૂપીઆ આપવા માટે હાર્દિક ભાવના દર્શાવેલી. અમદાવાદ આવતાં શ્રી મેતીચંદભાઈનો પત્ર મળે કે હું શ્રી. નગીનદાસ, કરમચંદના ઉદ્યાપનમાં જાઉં છું, પણ મુંબઈ અગત્યનું કામ હોવાથી શ્રી વાડીલાલભાઈને મળી શકી નથી, આપ જરૂર મળશે. તેઓ આમલી પળની ધર્મશાળામાં આવ્યા. તે પ્રસંગે ઝવેરી ભેગીલાલ તારાચંદ લસણીયા, વકીલ