________________
૧૭૨
ધર્મવીર ઉપાધ્યાય
અને સંદેશા મેાકલવાનું નકકી કર્યું, કે ઉપાધ્યાયજીને લખી દેવું કે આત્માનંદ ગુરુકુલને આજન્મ હું સહાચતા કરીશ--પણ ભાવી તે જુદુ જ હતું. ટેલીફોન પર જે માણસને બેસાડવામાં આવ્યા હતા તે કાČવશ બહાર ગયા હતા. સાન્તાક્રુઝમાં ટેલીફોન માટે એ ચાર જગ્યાએ તપાસ કરી પણ વ્યવસ્થા થઈ શકી નહિ. છેવટે જ્યારે મુંબઈ થી ગુજરાનવાલા સમાચાર માકલ્યા ત્યાં તે પ્રિય ધર્મબંધુ ! ઉપાધ્યાયજી ! તારા હુંસ આ પિંજરને છેડી પરલોકવાસી થઈ ગયા હતા.
અહીં મારી દશા જળ વિનાના મીન જેવી હતી. રાત્રિભર ચિંતામાં રહ્યો--સવારે અનિષ્ટ સમાચાર મળ્યા. હું પાગલ જેવા થઈ ગયા. મતિ મુઝાઈ ગઈ. મારા પ્યારા આંખાના તારા ! તને યાદ કરી કરી હું અશ્રુ સારવા લાગ્યા.
પ્રિયબ! મેં' નહોતું જાણ્યું કે જાલ ધરમાં આપણે
ભેટયા--આગ્રહપૂર્વક તમે મને રોકયા. તમે જાલ'ધર આવી પહેચ્યા અને આપણે બન્નેએ પ્રેમતરુનું ખૂબ ખૂબ સિ'ચત કર્યું. આત્મા એક બની ગયા--શરીર ભિન્ન રાખ્યાં. તે છેલ્લે મિલાપ હતા. તે રાત્રિ તે સમાજ ઉત્થાનની વાતા-ગુરુદેવની ભકિતનાં ગાન-પંજાબ માટે અલિ થઈ જવાની તારી તમન્ના ! આજે બધુ યાદ આવે છે. ધર્મવીર ! તારાં કાચ——તારી સેવા-—તારી ભાવના