________________
નેહાંજલિ
૧૭૧ સંગઠન માટે અને આત્માનંદ જૈન ગુરુકુળ પંજાબ માટે સર્વ શક્તિનું તારું સમર્પણ અદ્ભુત છે.
ગુરુદેવની હાજરીમાં ખાંસીએ તને પાંચ પાંચ મહિના સતા. આવા શરીરે મૌનવ્રત ધારણ કર્યું. આયંબિલ તપની આરાધના કરી. પણ શરીર દિવસે દિવસે બગડતું ચાલ્યું. તારી ભાવનાઓ–મહેચ્છાઓ પૂરી કરવાની જવાબદારી મારી છે તેમ હું માનવા લાગે, તારા આત્માની. શાંતિ પણ તેમાં જ હતી.
પ્રેમદ્યાન ભાઈખાલાથી વિહાર કરી માહીમ પહોંચ્યા. શ્રી મકનજી જૂઠાભાઈ બાર. એટ. લે. એ પિતાના બંગલામાં ખાર માટે નિમંત્રણ આપ્યું. અમે ત્યાં પહોંચ્યા. મુંબઈથી હજારે બહેનભાઈએ ત્યાં આવ્યાં હતાં. પૂજા તથા સ્વામી વાત્સલ્ય થયું, પણ મારો આત્મા તો ઉપાધ્યાયજીની અંતિમભાવના પૂર્ણ કરવામાં લીન હતો.
મારા જન્મ જન્માન્તરના પ્રિય સ્નેહી ! શેઠ શ્રી. વિઠ્ઠલદાસ ઠાકરદાસ સાથે પરામશ થતું હતું કે તેઓશ્રી ઉપાધ્યાયજીની ચિંતા દુર કરવા ગુજરાનવાલા તાર કરીને. જણાવે કે ગુરુકુળ પંજાબ હમેશાં તેમની પ્રિય સંસ્થા રહેશે ને દિન પ્રતિદિન વૃદ્ધિ પામશે. ખારથી વિહાર કરી શાન્તાક્રુઝ આવ્યા ત્યાં શ્રી વિઠ્ઠલદાસ શેઠ મળવાના હતા. તેઓ આવ્યા. તેમણે પિતાને ત્યાં ટેલીફોન પર માણસ બેસાડો કે શાન્તાકુઝથી હું જે સંદેશે કહેવરાવું તે ગુજરાનવાલા તારથી જલદી મેકલ. વાતચીત થઈ.