________________
૧૬૮
ધર્મવીર ઉપાધ્યાય ભાવના પ્રમાણે થાય તે અહીં દસાડા ગામને આ પ્રસંગને લાભ આપવો જોઈએ. માંડલને તે ઘણીવાર લાભ મળશે પણ મારી જન્મભૂમિમાં હું દીક્ષા લીધા પછી ઘણુ વર્ષે આવ્યો છું. તો આ નાના ગામના શ્રી સંઘને આ પ્રસંગ ઉજવવા માટે તક મળે તે સારું.”
હાથ જોડી ઉપકારીના ચરણમાં મસ્તક નમાવ્યું ને પ્રાર્થના કરી, “પ્રભે! હું શ્રી હંસવિજયજી મહારાજશ્રીને પૂછીને આપને જણાવીશ. તેઓ દીર્ઘદશી અને વિચારશીલ છે અને મારા પર તેમની અસીમ કૃપા છે.” - એમ જ થયું. તેમની આજ્ઞા મળી. અમે દસાડા આવ્યા. સંઘમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. ગુરુદેવે પંજાબથી મુહૂર્ત કર્યું હતું–વરઘેડા નીકળ્યા, વાજાં વાગ્યાં, સમારેહપૂર્વક દીક્ષા થઈ અને સેહનવિજયજી નામ રાખવામાં આવ્યું. પણ ગુરુદેવના નામથી દીક્ષા અપાઈ કારણકે ગુરુદેવનું નામ લબ્ધિસંપન્ન છે.
આ આનંદજનક બનાવ પછી એક ભૂલ થઈ ગઈ તે આજે પણ યાદ આવે છે. શ્રી હંસવિજયજી મહારાજશ્રીના વિનીત શિષ્યરત્ન શ્રી સંતવિજયજી મહારાજશ્રીએ મને આદેશ આપ્યું હતું, કે અમે શ્રી ભગવતીજીના એગ પૂરા કરીએ ત્યાં સુધી તમે શ્રી હંસવિજયજી મહારાજશ્રીની પાસે રહે; પણ અમને બન્ને ગુરુભાઈને મહેસાણ પાઠશાળામાં જઈને સંસ્કૃત અભ્યાસ વધારવાની ઈચ્છા થઈ આવવાથી અમે ન રહી શક્યા. તેનું આજે પણ દુઃખ રહી ગયું છે.