________________
સ્નેહાંજલિ
૧૬૭ ચોગ્ય સુખશાતા અનુવંદના સાથ જણાવવાનું જે વસંતોમલને તમારી પાસે મોકલ્યા છે. તેને તમારા નામની દીક્ષા આપશે, સાથે રાખશે, ભણાવશે અને નેહથી રાખશે. એ ભવિષ્યમાં પંજાબને માટે ઉપયોગી નીવડશે.” અને ખરેખર ગુરુદેવનાં વાક્યો ભાઈ તે સાચાં પાડયાં. અંત સુધી પંજાબની સેવા કરી.
પ્રિય બધુ! પછી તો તમારે અભ્યાસ ચાલ્ય. તેમાં પણ તમારી પ્રગતિ સારી ગણાય. થોડા વખતમાં જીવવિચાર, નવતત્ત્વ વગેરે શીખી લીધું. ત્યાંથી વિહાર કરી આપણે માંડળ આવ્યા. દીક્ષાની વાત સાંભળી માંડળને શ્રીસંઘ આનંદ પામે. તેને લાભ માંડળને મળવું જોઈએ તેમ આગ્રહ થયે પણ નિમિત્ત જુદું હતું. માંડળની પાસે દસાડા ગામમાં મારા પરમ ઉપકારી, જ્ઞાનદાતા, મારા પરમપૂજ્ય ચારિત્રદાતા આચાર્યદેવથી બીજા નંબરના ઉપકારી મુનિમહારાજ શ્રી શુભવિજયજી તપસ્વીજી બીરાજમાન હતા. તેમણે મને પંજાબથી આવ્યા બાદ વર્ષો સુધી શાસ્ત્રો તથા સિદ્ધાન્તનું અધ્યયન કરાવ્યું હતું. પ્રમાનયતત્વલોકાલંકાર, લકતસ્વનિર્ણય, ત્રણુભાષ્ય, ગુણસ્થાનકમારેહ, તર્કસંગ્રહ, ષશનસમુચ્ચય, સમ્યકત્વસમતિ વગેરે અનેક ગ્રંથે કંઠસ્થ કરાવ્યા હતા. હું તેમની પાસે વંદનાથે ગયે. તેમની હાદિક ઈછા મને જણાવીઃ “લલિતવિજય! શ્રી હંસવિજયજી મહારાજશ્રીની ઈચ્છા પ્રમાણે ભલે માંડલમાં દીક્ષા થાય, પણ જે મારી હાર્દિક