________________
૧૬૬
ધર્મવીર ઉપાધ્યાય ભાઈ તમે કેણ છે? ક્યાંથી આવ્યા છે !” મેં પૂછયું ત્યારે “હું પંજાબથી આવું છું.” કે ટૂંકે જવાબ પહેલા પ્રશ્નનો જવાબ તમારી તે વખતની સ્મિત કરતી ભેળ-ભલી દર્દભરી સૂરતથી મળી ગયે. | મારા પ્રિય બધુ, હૃદયમાનસના હંસ, ભવિષ્યના પંજાબના મુનિસિંહ, તારી આત્મકથા આજે પણ યાદ છે.
હુ જમ્મુ (કાશ્મીર) ને રહીશ છું. ઓસવાળ કુટુંબમાં મારો જન્મ છે. મારું નામ વસંતામલ છે. મેં સ્થાનકવાસી સંપ્રદાયમાં સમાના(પતિયાળા)માં દીક્ષા લીધી હતી. મને ત્યાં શાંતિ ન મળી. હું તે છેડી ગુરુદેવની પાસે આવ્યા. તેમના દર્શનથી મને શાંતિ થઈ. તેમની કસેટીથી હું મુગ્ધ થયું. તેમની કૃપાથી મને આનંદ થયા. પંજાબના આગેવાન સુશ્રાવક લાલા ગંગારામ બનારસીદાસને કહીને મને ગુજરાતમાં મોકલ્યો. આજે આ તીર્થભૂમિ તથા આપના દર્શનથી હું કૃતાર્થ થયે.”
ભાઈ મારા! તારી સાદગી અને હૃદયની નિર્દોષતાથી પરમ પૂજ્ય શ્રી હંસવિજયજી મહારાજ અને હું આશ્ચર્યચકિત થયા હતા. તારે સાદે પહેરવેશ, મલમલને ઝબ, બે પૈસાની ટેપી અને છેતી તો આજે પણ સાંભરે છે. આ સાદાઈમાં સમાજની નસનસમાં પ્રાણ પ્રેરવાની તાકાત હતી તે હવે જાણ્યું.
બે દિવસ પછી તે આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ-જે તે સમયે સંસારની દૃષ્ટિએ સામાન્ય સાધુ હતા, તેમનો પત્ર આવ્યો કે ” લલિતવિજય