________________
પરિશિષ્ટ પ
૧૫૦ આપ અહીં પધાર્યા અને આ ખારી પૃથ્વીને મીઠી જ નહિ પણ હરીભરી કરી દેખાડી, તે એ જગદીશ્વરની જ કૃપા છે. આમાં અત્યુક્તિ નથી જ, કારણકે જે લોકે એકબીજાની સામે જોવું તે શું પણ નામ લેવામાં પણ હલકાઈ માનતા હતા તે આપની સામે આવતાં જ આપના પ્રતાપથી મીણ જેવા સરળ બની ગયા અને એકબીજાને મળી ગયા, એટલું જ નહિ પણ જેમ બરફ સૂર્યના તાપથી પિતાની કઠેરતા તજીને પીગળી જાય છે, તેમ બધાએ પિતાની કુટિલતા, કઠોરતા, હઠ અને જૂઠે અહંકાર છેડી દીધા. આપને આ ઉપકાર ભૂલી જાય તેવા પિંડદાદનખાંના નિવાસીઓ કૃતકની નથી જ.
આપનું જીવન ક્રિયાશીલતાને એક નમૂને છે, જેને આજકાલ સર્વથા અભાવ જોવાય છે.
આપની કલ્યાણભાવના, ઉત્સાહ, પુરુષાર્થ, આપને મનહર ઉપદેશ, આપનું ઈંદ્રિયદમન, આપનો નિષ્કામ ભાવ અને આપની આત્મશક્તિ તેમ જ આપનું પવિત્ર સાધુજીવન એક સાચા સંન્યાસીને નમૂને છે, જેનાથી પ્રત્યેક મનુષ્ય શિક્ષા ગ્રહણ કરીને પિતાનું જીવન સુધારી શકે છે. જે જીવન સુધારને માટે હિન્દુજાતિ આજ સુધી ચોતરફથી પિકાર કરી રહી છે.
જ્યાં સુધી હિન્દુસભા રહેશે–અને તે અવશ્ય કાયમ રહેશે; કારણ કે તેને પાયે આપ જેવા નિષ્કામી અને ત્યાગી મહાત્માએ નાંખે છે.–ત્યાં સુધી આપનું નામ સદા પ્રેમ અને સન્માનથી સમરણમાં રહેશે.