________________
પરિશિષ્ટ ૫ ગામ પિંડદાદનાંના-નિવાસીઓ તરફથી
માનપત્ર
અનુવાદ પરમ પૂજ્ય સ્વામીજી મહારાજ !
અમે પિંડદાદનમાં–નિવાસી હિંદુ જેમાં સનાતન ધમી, આર્યસમાજી, સિકખ, જૈન વગેરે ભિન્ન ભિન્ન સંપ્રદાયના લેકે સમ્મિલીત છે તે બધા આપના વિહાર સમયે અતીવ વિનય અને સાચા હૃદયથી આપને ધન્યવાદ કરવાને માટે એકત્રિત થયા છીએ. અહીં થોડા સમય રહીને પણ આપશ્રીએ કરેલા ઉપકારનું વર્ણન કરવા અમારી પાસે શબ્દ નથી.
આપના નિશ્ચયથી ધર્મોપદેશ, આપનું ચારિત્ર, આપને હિન્દુજાતિ પ્રત્યે પ્યાર તથા અન્ય ગુણેના પ્રભાવથી પિંડદાદનખાંના હિન્દુઓમાં નવીન શક્તિનો સંચાર થયો છે.
આ શહેરના હિંદુભાઈએ વિધ, ઈર્ષ્યા અને પરસ્પરની ફૂટની આગમાં બળી રહ્યા હતા. આપની ઉપદેશરૂપી વર્ષોથી તેઓને સર્વનાશમાંથી બચાવી લીધા એટલું જ નહિ પણ પરસ્પર પ્રેમ અને સહાનુભૂતિના રંગમાં રંગી દીધા અને જે કાર્ય અસંભવિત લાગતું હતું અને જેને માટે પહેલાં પણ ઘણી વખત પ્રયત્ન થઈ ચૂક્યા હતા તે તમે ચમત્કારની જેમ તરત કરી બતાવ્યું.
અમે પરમાત્માને ધન્યવાદ કરીએ છીએ કે જેમણે આપ જેવા મહાત્માને આ સમયે અમારી પાસે મોકલ્યાઃ