________________
પરિશિષ્ટ ૪
૧૫૭ સાચી મહેબત અમારા દિલમાં જવલંત છે જેથી અમે આપની સેવામાં કોઈ એવી વસ્તુ ભેટ કરવા ઈચ્છીએ છીએ જે આપશ્રીને યોગ્ય હેય.
સનખતરાનિવાસી અમે કસાઈ ભાઈઓ જેનું કામ પેઢીઓથી એક જ ચાલ્યું આવે છે તે આપની સમક્ષ પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમે રાજીખુશીથી, કેઈના પણ દબાણ વિના પ્રત્યેક સાલ નીચે લખેલા ચાર દિવસ માંસ નહિ વેચીએ –
જેઠ સુદ ૮, કાર્તિક સુદ ૧૫, પર્યુષણને પહેલે અને છેલ્લો દિવસ. તેમ જ જૈનભાઈ પાસેથી આના બદલામાં પ્રત્યુપકારની આશા પણ નથી રાખતા. અમને પૂર્ણ આશા છે કે શ્રીમાનજી આ ભેટ સ્વીકારી અમને પ્રોત્સાહિત કરશે.
અમારાં સંતાન પણ આ અમારા લેખ અનુસાર આચરણ કરીને પુણ્યના ભાગીદાર બનશે કારણ કે પ્રત્યેક મુસલમાનને ધર્મ છે, કે પિતાની પ્રતિજ્ઞામાં દઢ રહે.
અમે છીએ
સનખતરાનિવાસી ફઝલદીન, અલ્લાહરકમા, મુહમ્મદલપી, ફg, મેહરદીન, ઈમામદીન, ઈમામદીન, ગુલામ મુહમ્મદ, અબ્દુખા, ફજજા.