________________
૧૪
ધર્મવીર ઉપાધ્યાય ગુરુજી! અમે આપને વિશ્વાસપૂર્વક જણાવીએ છીએ કે અમે માત્ર બનાવટી વાત કહેવા એકઠા થયા નથી પણ આપની સહૃદયતા, સત્યતા, મધુરવાદિતા, નિષ્પક્ષ વ્યાખ્યાનશૈલી અને સુંદર અને બહુમૂલ્ય ઉપદેશોએ અમારા હૃદયને જીતી લીધાં છે એટલે જ આજ આપની વિદાય સમયે અમે વૈર્ય નથી રાખી શકતા. એ જ કારણથી આપના પ્રેમપાશમાં બંધાઈ ગયેલાં હૃદય આ સમયે ધબકી રહ્યાં છે.
મહારાજ ! એક મહિનાનો સમય તો ડી જ ક્ષણેમાં સ્વપ્નવતું ચાલ્યો ગયો. અમારી હાર્દિક ઈરછા તે એવી છે કે આપ હજી થોડા સમય અમારી વચ્ચે રહે કારણ કે આપના આચારવિચારેએ અમારા દિલમાં સ્થાયી સ્થાન લઈ લીધું છે.
શ્રીમાન ગુરુજી મહારાજ–આ૫નું નિષ્કામ જીવન અમારે માટે આદર્શ રૂપ છે. આપને નાનો વિચાર પણ અમારા જીવનને માટે બહુમૂલ્ય સિદ્ધાંત રૂપ છે. આપની વિદ્વતા, આપનું નિર્મળ ચિત્ત, આપની પરે પકારિતા પ્રસિદ્ધ છે. એક વખત પણ આપના પરિચયમાં આવનાર આપશ્રીના આંતરિક અને બાહ્ય ગુણોથી પ્રભાવિત થયા વિના રહ્યું નથી. આપના વ્યાખ્યાનમાં આવીને અમે આયુભરની તૃપ્તિ અનુભવતા હતા. તેનાથી અમારા હૃદયમાં પણ ઉચ્ચ ધ્યેયની પ્રાપ્તિની ઈચ્છા જાગૃત થઈ છે જે માટે અમે આપના ચિરાણું રહીશું. આપના શબ્દોએ આ નગરમાં મૃત હૃદયમાં અમૃતવર્ષીનું કામ કર્યું છે વળી આપના સતત પરિશ્રમ તેમજ માનુષતાના સિદ્ધાંતે અમને ઘોર