________________
પરિશિષ્ટ ૩
માનપત્ર
[સનખતરાનિવાસી મુસલમાનભાઈ એએ વિદાય વેળાએ આપેલું
અનુવાદ શ્રીગુરુ સાહનવિજયજી મહારાજની સેવામાં અલ્લાહા અકખર, વન્દેમાતરમ, વન્દે જીનવરમ, સી અકાલ !!!
ભગવન ! સંસારના ઉદ્યાનમાં અનુભવી લાકાએ પ્રતિદિન બનતા બનાવો અને વિપ્લવાથી એવા અનુભવ કર્યો છે કે સુખ-દુઃખ, આનંદ–શાક, પ્રકાશ-અંધકાર, ઉંચ-નીચ, ફુલ–કાંટા, જીવન-મરણ, મિલન-વિરહ એક પછી એક ચાલ્યા જ કરે છે.
એ દિલાને દેવ આરામથી નથી રહેવા દેતા. અમને પણ તે કેમ છેડે ! આજે અમારે એ જ કડવા ઘુંટડા ગળવા પડે છે અને જુદાઈનું દુઃખ સહેવું પડે છે. આ ઘેડા વિસામાં અમારા ઉપર પરમ ઉપકાર કરીને આપ જેવા પવિત્ર ચારિત્રશીલ ઉપદેષ્ટા, પથપ્રદર્શક અમારાથી જુદા થાય છે.
શ્રીમાન ગુરુ મહારાજ! અમને છેડી જવા પહેલાં, અને જુદાઈથી અમારા હૃદયેાને આઘાત લગાવ્યા પહેલાં અમે આશા રાખીએ છીએ કે આપ અમને અમારા ભાવે પ્રદર્શિત કરવા આજ્ઞા આપશે. એ તે ચેાકસ છે કે હૃદચના ભાવા હૃદય જ જાણે છે. શબ્દોમાં તેનું વર્ણન નથી થઈ શકતું.