________________
પરિશિષ્ટ ૨ પીરસાહેબનું પ્રતિજ્ઞાપત્ર
[ સનખતરાના ચોમાસામાં પીર અહમદ શાહ ઉપાધ્યાયજીને મળ્યા હતા. પીરસાહેબે નીચેને પ્રતિજ્ઞાપત્ર મહારાજશ્રીની સેવામાં કલ્યો હતે. !
મૂળ ઉર્દૂ
અનુવાદ બિસ્મિલ્લાહ અલરહમાનુર હીમ.
જૈન સાધુ પં. સોહનવિજયજી મહારાજ. સલામ-સનખતરામાં મારા શિષ્યોને ત્યાં મારું આવવાનું થયું. આપની પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ સાંભળી મને આપને મળવાની ઈચ્છા થઈ. મળીને વાર્તાલાપ કરતાં શુદ્ધ વસ્ત્ર પહેરવાના તમારા ઉપદેશની મારા પર પ્રભાવિક અસર થઈ અને મેં શુદ્ધ વસ્ત્ર અંગિકાર કર્યો. વળી મેં સનખતરાનિવાસી મારા શિષ્યોને એક સાથે એકઠા કરીને શુદ્ધ સ્વદેશી વસ્ત્ર પરિધાન માટે ઉપદેશ આપ્યું અને તે બધાએ સ્વીકાર્યો એટલું જ નહિ પણ પ્રતિજ્ઞા કરી કે લગ્ન આદિ કાર્યોમાં તથા બીજા સાંસારિક ધાર્મિક પ્રસંગોએ અપવિત્ર ચરબીથી ખરડાએલાં, ચરબીથી ચાલતી મશીનનાં અને અમારા ધર્મને હાનિકરવાવાળાં વસ્ત્રો ઉપગમાં નહિ લાવીએ. અમે પ્રતિદિન સ્વદેશી પવિત્ર વસ્ત્ર પહેરીશું અને બીજા કાર્યોમાં પણ તેને જ ઉપયોગ કરીશું.