________________
પરિશિષ્ટ ૧
૧૪૮
અભિનંદન પત્રને
અનુવાદ શ્રી ૧૦૮ મહારાજશ્રી સેહનવિજયજી ચિરાયુ રહો ! આપશ્રી અંધકાર સમૂહના નાશ કરવાવાળા સૂર્યની જેમ મનુષ્યની પાપરાશિને નષ્ટ કરવાવાળા છે.
જે સમયે સમસ્ત સંપ્રદાય સમુદાય અંતઃકરણની મલિનતા, અકાળ મૃત્યુ, અન્નને અભાવ અને અન્યાયથી પીડિત હતો તે સમયે આપના ચરણકમળાથી આ પ્રાંત પવિત્ર થયે. જેમ રાત્રિના અવસાન પર કમળ-બંધુ સૂર્ય ભગવાન ઉદય પામે છે, તેમ આપનું અહીંનું આગમન આલ્હાદજનક છે.
આપના પ્રતિદિનના વચનામૃતથી જનતામાં ધર્મ પ્રચાર થયો. તેના ફળ સ્વરૂપ ઘણું મુસલમાન ભાઈઓએ માંસભક્ષણને ત્યાગ કર્યો. રાજ કર્મચારીઓએ પણ વિદેશી વસ્ત્ર તથા પરદેશી ખાંડને પરિત્યાગ કર્યો. બધા સંપ્રદાયને જે આપસ આપસને મેળ થયો તે આનંદની વાત છે કારણ કે તે આજસુધી અશક્ય વાત હતી. આજે સેવા સમિતિની પણ સ્થાપના આપના પ્રયાસે થઈ. આ રીતે આપને યશ આપના ઉપકારોથી એટલે બધે ફેલાઈ ગયા કે જન સાધારણ લેક બધી વાતને ભૂલી જઈને કવિની ઉકિતને યાદ કરવા લાગ્યા કે “ચાંદની ચાંદની, ગંગા, પરબ્રહ્મ, દુધની ધારા, સુધાસાગર અને હાટ પણ પ્રિય નથી લાગતાં જેટલો ભગવાનને યશ પ્રિય લાગે છે. આ રીતે