________________
પડી હશે સ્વર્ગમાં પ્રચાર કરવા તેમને તે ઉપાડી ગઈ અને સમાજને ઉદાસીન બનાવી દીધે.
ગુરુમહારાજનું આયુષ્ય દીધ હેત તે જરૂર ગુરુદેવ અનાર્ય દેશમાં ધર્મપ્રચાર કરી શક્યા હતા. શ્રી ઉપાધ્યાયજી મહારાજની સરળતા પણ વિશિષ્ટ પ્રકારની હતી. કઈ કઈ વખત કેઈની સાથે બોલચાલ થઈ હોય, મન દુઃખ થયું હોય, કેઈને ઊંચે સાદે કહેવાઈ ગયું હોય, પિતાના શિષ્ય પ્રતિ પણ કદી કંઈ આકરાં વચને કહેવાયાં હોય તે પિતે બહુ ખિન્નતા પામતા અને તરત ક્ષમાપ્રાર્થના કરી લેતા.
અંત સમય પહેલાં જ્યારે તેમને લાગ્યું કે હવે જવાની તૈયારી છે ત્યારે બધાને બોલાવી પિતે ખમતખામણાં કર્યો, એટલું જ નહિ પણ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય કમલસૂરિજી સાહેબ, પ્રવર્તકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજ, શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજ આદિ મુનિ મહાત્માઓને પિતાની તરફથી ખમતખામણના પત્રો ગુરુદેવ મારફત લખાવ્યા.
તેઓશ્રીના શુદ્ધ હૃદય તથા ભદ્રિકતાના પ્રતાપથી ગ્રહસ્થ તે શું પણ ઘણાય મુનિ મહાત્માઓ પણ ગુણાનુરાગી બની જતા. વિ. સં. ૧૯૬–ા વર્ષમાં શ્રી ગુરુદેવની આજ્ઞાથી ઉપાધ્યાયજી મહારાજશ્રી સિદ્ધાચળજી તીર્થની યાત્રા કરવા જઈ રહ્યા હતા. ત્યારે કાઠીઆવાડના રાણપુર નામના ગામમાં ગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરસૂરિજીના પટધર