________________
પંજાબનું અધિવેશન થયું ત્યારે પંજાબભરના લોકે તેમાં ભાગ લેવા આવ્યા હતા. તેમાં મુસલમાન ભાઈએ પણું હતા. તેઓએ ઉપાધ્યાયજી મહારાજને મુલતાન પધારવાની જોરદાર પ્રાર્થના કરી. આ વખતે તેઓ નવપદજી આરાધના નિમિત્ત મૌન રાખતા હતા, પણ તેમણે પત્ર પર લખીને પિતાના વિચારો પ્રગટ કર્યા તે આજે પણ યાદ આવે છે.
“ભાઈઓ! તમારી પ્રાર્થના મને શિરોધાર્ય છે. હું તે મુસાફર છું. મારે કામ કરવું છે સમાજ ઉત્થાનનું રાષ્ટ્રની જાગૃતિ અને અહિંસા ધર્મનું. કરાંચીથી ઘણું વખતથી આમંત્રણ આવ્યા કરે છે. તે પ્રદેશમાં સાધુઓને વિચરવાની અત્યંત આવશ્યકતા છે. કારણ કે ત્યાં લોકો અધિક સંખ્યામાં માંસાહારી છે. તે લોકોને માટે તો જીવને વધ કરે તે શાકભાજી સમારવા બરાબર છે. આજ કારણે તે પ્રદેશના લકે માં અહિંસા ધર્મને પ્રચાર કરવાની અને તે લોકોના કઠોર, નિર્દય હૃદયમાં દયાના ભાવ પૂરેપુરા ભરવાની અત્યંત જરૂર છે. આથી મારો ઇરાદે તે તરફ છે. તે તરફ જતાં હું મુલતાન આવીશ.”
આ ઉપરથી જાણી શકાય છે કે ઉપાધ્યાયજી મહારાજની કેવી ઉચ્ચ ભાવના હતી.
અહિંસાને પ્રચાર, અનાર્ય દેશોમાં વિહાર, દયાભાવ ફેલાવવાની તમન્ના અને ધર્મની જાગૃતિ માટેની કેવી ધૂન હતી એ આ ઉપરથી જોઈ શકાય છે. પણ દુઃખ-મહા દુઃખ થાય છે કે કુદરતને તેમના જેવા મહાત્માના જલદી જરૂ૪
नव