________________
૧૪૨
ધર્મવીર ઉપાધ્યાય આપને ચાર શિષ્ય હતા. શ્રી મિત્રવિજયજી, શ્રી સમુદ્રવિજયજી, શ્રી સાગરવિજયજી અને શ્રી રવિવિજયજી. શ્રી સાગરવિજયજીને દેહાંત સં. ૧૯૯૦ના અષાડ વદી ૧૪ના રેજ અમદાવાદમાં થયે. શ્રી સમુદ્રવિજયજી તે આજે પણ ગુરુદેવના ચરણમાં છે અને ઉપાધ્યાયજીના અધૂરા કાર્યને પૂરા કરવામાં ગુરુદેવને સહાયતા આપે છે, તેઓ તે અધિક પુણ્યશાળી અને સાધુવાદને પાત્ર છે.