________________
દીપક બુઝાયો
૧૪૧ આયુષ્ય ભેગવી પિતાની ઉજવળ કીતિને છેડી ભક્તજનોને શિષ્યોને તથા પંજાબ શ્રી સંઘને દુઃખી છડી આપની સંસારલીલાઓનું સંવરણ કરતાં કરતાં સ્વર્ગલોકમાં સીધાવ્યા.
આપના દેહાવસાનના સમાચાર પંજાબના બધા શહેરોમાં વીજળીની જેમ ફેલાઈ ગયા. આ સમાચાર સાંભળતાં જ ગમગીની છવાઈ ગઈ. પંજાબના પ્રત્યેક શહેરમાંથી શ્રાવકે મોટી સંખ્યામાં ગુજરાનવાલા આવી પહોંચ્યા. વિમાન ધામધૂમથી કાઢવામાં આવ્યું. સ્મશાનયાત્રામાં હજારો સ્ત્રીપુરુષે જોડાયાં. દાહ સંસ્કાર સ્વગય ગુરુ મહારાજની સમાધિ સમીપ થયો. પંજાબ ભરમાં ઉપાધ્યાયજીના સ્વર્ગગમનને શેકદિન મનાયે.
ઉપાધ્યાયજી એક આદર્શ સાધુ અને સુગ્ય વિદ્વાન તથા પ્રસિદ્ધ વક્તા હતા. જૈન સમાજના અભ્યદયને માટે આપે જે પરિશ્રમ કર્યો છે તે પ્રત્યેક સાધુ નથી કરી શકતા. આપના હૃદયમાં સમાજ, દેશ અને ધર્મને માટે જેટલો પ્રેમ હતું તેની કલ્પના કરવી મુશ્કેલ છે.
આપના વિયોગથી દેશ અને સમાજમાં જે પેટ પડી છે તેની પૂતિ થવી મુશ્કેલ છે. આપે પોતાના જીવનકાળમાં ઉપદેશ કાર્ય ઉપરાંત કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે. ગુરુભક્તિ ભાવ તો અખંડ અને અખલિત હતો. અધિક તો શું કહેવું, આપના વિયોગથી જૈન સમાજમાં આજે માટી ખોટ પડી છે.