________________
૧૪૦,
ધર્મવીર ઉપાધ્યાય “ભાઈ ! સાવધાન ! આજ નાડીનું ઠેકાણું નથી હો ! ભાઈએ (શિઃ સમુદ્રવિજયજી તથા સાગરવિજયજીને) તમે આજે ઉપવાસ ન કરશે. મને ચેન નથી. મને લાગે છે આજ જ મૃત્યુને ભેટવા જાઉં છું. સમુદ્ર! સાગર ! પુત્રો ! શામાટે આંસુ સારે છે ! આપણું લેણદેણ પૂરી થઈ. ભાઈ તમે મારા શિષ્ય નથી પણ પુત્ર છે! તમે તે મારી ભારે સેવા કરી છે. હું તમને કેમ ભૂલીશ ! હિંમત રાખે. તમારી સેવાની શું પ્રશંસા કરું ! તમારું કલ્યાણ થશે–જેવી તમે મારી સેવા કરી છે તેવી ભાઈઓ ગુરુદેવની-સમાજની -પંજાબની સેવા કરશે. અધિક શું કહું, તમે બન્ને સુજ્ઞ છે આનંદથી રહેશે. તમારું કલ્યાણ સાધશે.” આમ શિક્ષા આપી અરિહંતનું સ્મરણ કરવા લાગ્યા.
આજ પ્રાતઃકાળમાં આપે પોતાના શિષ્ય શ્રી સમુદ્રવિજયજી તથા શ્રી સાગરવિજયજીને ચેતાવી દીધા હતા કે ભાઈ! સંભાળજે ! આજ ચતુર્દશીને દિવસ છે. તમે ઉપવાસ ન કરશે મારી નાડી ઠેકાણે નથી. આજ અંતિમદિન છે. આમ કહી બધા ની સાથે ખમત ખામણા કર્યા અને અહંન, અહંનને જાપ કરવા લાગ્યા. ભક્તજને ને સંઘથી ઉપાશ્રય ભરાઈ ગયું. સાધુ સાધ્વી આસપાસ બેસી ગયા.
અંતિમ ઘડી આવી પહોંચી. પાસે જ ગુરુદેવના મુખારવિંદથી મેઘ ધ્વનિશા ચાર શરણના ઉચ્ચાર આપ સાંભળતાં સાંભળતાં સેવામાં બેઠેલા ગુરુદેવ, શિષ્ય તથા શ્રી સંઘને ઉદાસીનતામાં છેડીને માગશર વદી ૧૪ને રવિવારના બપોરના બરાબર ૧ વાગે આપ ૪૩ વર્ષ ૯ માસ ૨૫ દિવસનું ટૂંકું