________________
દીપક બુઝા
૧૩૯ અને ખરેખર તેમજ બન્યું. જ્ઞાનપંચમી પછી શરીર કૃશ થતું ચાલ્યું. કાર્તિક શુદિ ૧૨થી તે તબિયત ખરાબ થવા લાગી. ચાતુર્માસિક પ્રતિક્રમણ મહા મહેનત કરી શક્યા. ભાવિકજને અને શ્રીસંઘે વૈદ્યોદ્વારા આપની ચિકિ
ત્સા કરાવી પરંતુ રોગનું જોર વધતું જ ચાલ્યું. છેવટે રેગ જીવલેણ નીકળ્યો. હાલત બહુ જ બગડતી ચાલી. આવી તબિયત હોવા છતાં શુદ્ધિ એવી ને એવી હતી. અરિહંત અરિહંત શબ્દ તે ચાલુ જ હતું. બાર વાગે એક સુપ્રસિદ્ધ ડોકટરને શ્રાવકેએ લાવ્યા. ડેકટર નાડી તપાસવા લાગ્યા
ત્યાં મહારાજશ્રીએ કહ્યું. “ડૉકટર સાહેબ, શું જુએ છે ! હવે તો તૈયારી છે ! પ્રભુનામનું સ્મરણ એજ મારું પરમ. ઔષધ છે. ”
પ્રાતઃકાળ હતે. ઘંટારવથી પ્રભુ મંદિર ગુંજી રહ્યું હતું. મધુર મધુર સુગંધ પ્રસરી રહી હતી. ઘંટને નાદ આજે તે એક જ સૂર કાઢી રહ્યો હતે-પકારી પોકારી કહી રહ્યો હતો કે હે ભાવિક ભક્તો દેવાધિદેવ વીતરાગ પરમાત્માની સાચી સેવા કરી વીતરાગ બનવા પ્રયત્ન કરો. દેહ ક્ષણભંગુર છે. કાલે નષ્ટ થઈ જશે કે આજે ઉડી જશે. આત્મ કલ્યાણ સાધી લે. મૂક્તિ પંથ શેાધી લે.
પ્રભુદશન કરીને ગુરુદેવને વંદન કરવા આવતા ભાવિક ભાઈ બહેન ગુરુદેવને જોઈને સુખશાતા પૂછતાં પૂછતાં ઉદાસીન બની જાય છે. ઉપાધ્યાયજી પોતાની નાડી તપાસી રહ્યા છે. શિષ્યો સેવા કરી રહ્યા છે. શ્રાવકો તે આઠે પહોર બેઠા જ છે, એટલામાં ગુરુદેવ બોલી ઉઠયા.