________________
TTT
દીપક બુઝાયા
ગુરુવ
! આપને અમે કેટલીવાર પ્રાથના કરીએ ! આ મહાવ્રત આપે કઠીનતાથી પૂરું કર્યું. તેમાં આપ કેટલા નંખાઈ ગયા છે ! હજી આ શરીરથી કામ લેવાનું છે, ગુરુકુળની સેવા કરવાની છે. પંજાબના ધેાત કરવાના છે. કૃપા કરી હવે ઉપવાસ પર ઉપવાસ ન કરો.” સમુદ્રવિજયજી આદિ શિષ્યેાએ પ્રાથના કરી.
“ ભાઈ! કાલની કેાને ખબર છે! જે થાય તે કરી લઉં. શરીરના શે। ભરેસે ? મનમાં તે ઘણાંએ સ્વપ્નાં ઘડી રાખ્યાં છે. પંજાબ ભરમાં ગુરુકુળના પ્રચારનું બીડું મારે જ માથે છે. ગુરુદેવને નિશ્ચિત કરવાનું પણ ધાર્યું છે અને મહાસભાદ્વારા પંજામની કાયાપલટ પણ વિચારી છે પણ શરીર થાકી ગયું છે. કેટલા દિવસ ચાલશે તે શંકાસ્પદ છે.”