________________
પદવીદાન સમાંરભ
૧૩૭
અહીંથી વિહાર કરી આપ ગુરુદેવના ચરણમાં ગુજરાનવાલા પધાર્યા. ગુરુદેવના ચરણોમાં આવી પહોંચ્યા પણ આચાર્યશ્રીને વન્દન કર્યા પહેલાં સ્વર્ગીય આચાર્યશ્રી ૧૦૦૮ વિજ્યાનન્દસૂરિ મહારાજની સમાધિનાં દર્શન કર્યા. ઉપસ્થિત જનતાને ગુરુકુળની સહાયતા માટે ઉપદેશ આપ્યું અને પછી ગુરુદેવના દર્શન કરી પોતાની જાતને કૃતકૃત્ય માની.
થોડા દિવસ પછી સં. ૧૯૮૨ના જેઠ સુદ પાંચમથી મૌન ધારણ કર્યું અને આ પવિત્ર તપશ્ચર્યાની સાથે સાથે નવપદજીનું આરાધાન શરુ કર્યું અને કાર્તિક સુદ પાંચમ સુધીમાં તે વ્રત સમાપ્ત કર્યું. આ તપશ્ચર્યામાં આપનું શરીર બહુ જ કૃશ થઈ ગયું, પરંતુ ગુરુદેવની કૃપાથી વ્રત નિવિનતાથી સંપૂર્ણ થયું.